હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ સંગીતાબેન ચાડપા ની અધ્યક્ષતા માં હાથરસની દીકરી મનીષા બેન વાલ્મીકિ ને વહેલી તકે ન્યાય મળે અને આરોપી ઓને ફાંસી સજા મળે એવી માંગ સાથે પી.એમ. નરેન્દ્ર મોદી અને એમ.આદિત્ય નાથ ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. જેમાં વેરાવળ પાટણ શહેર મહિલા કોંગ્રેસ ના પ્રમુખ દેવીબેન ગોહિલ જિલ્લા મહિલા કોંગ્રેસ ના ઉપપ્રમુખ મૂરી બેન નાધેરા જિલ્લા મહામંત્રી મંજુલાબેન સોલંકી જેતુન બેન રીઝવવાના બેન ચોહાણ વગેરે મહિલા કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. એમ સંગીતાબેન ચાડપા ની અખબારી યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ