વર્ષ ૨૦૧૬ થી (છેલ્લા ચાર વર્ષ) ગુમ થયેલ ઇસમને શોધી કાઢતી ધારી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ

હિન્દ ન્યૂઝ, ધારી,

  તા.૦૪/૧૦/૨૦૨૦, અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય અમરેલી જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૦૮/૧૦/૨૦૨૦ સુધીની ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ નાઓએ માર્ગદર્શન અને સુચના આપેલ જે અનુસંધાને એન.એ.વાઘેલા પો.સબ.ઇન્સ. તથા ધારી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે માહિતી આધારે ધારી પો.સ્ટે. ગુમ રજીસ્ટર નં. ૦૧/૨૦૧૬ ના કામે ગુમ થનાર મહેશભાઇ બાબુભાઇ ડામોર ઉ.વ. રર, ધંધો.ખેત મજુરી, રહે.સલરા, તા. ફતેપુરા, જી.દાહોદ, હાલ. કુવડ ગામના માવજીભાઇ જેઠાભાઇની વાડીવાળો છેલ્લા ૪ વર્ષથી ગુમ હોય જેને જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના માવાપર ગામેથી શોધી કાઢેલ છે. આ કામગીરી એન.એ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ધારી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે કરેલ છે.

રિપોર્ટર : સંજય વાલા,  ધારી

Related posts

Leave a Comment