હિન્દ ન્યૂઝ, રાજકોટ,
રાજકોટ શહેર બી.ડિવિઝન P.I એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.એફ.ડામોર, A.S.I વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, મનોજભાઈ મકવાણા, અજયભાઇ બસીયા, પરેશભાઈ સોંઢીયા, સિરાજભાઈ ચાનીયા, મનોજભાઈ ગઢવી, મિતેશભાઈ આડેસરા, સંજયભાઈ મિયાત્રા, જયદીપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઈ વાધીયા અને ચાંપરાજભાઈ ખવડ સહિતના સ્ટાફે ભાવનગર રોડ ઉપર પીપડાવાળી હોટલ પાસેથી ૩ શકમંદોને સકંજામાં લઇ નામ ઠામ પૂછતાં આજીડેમ ચોકડીએ ભીમરાવનગરમાં રહેતો હિતેશ ઉર્ફે બંટી સવજીભાઈ બાબરીયા, મનહરપરામાં રહેતો આકાશ ઉર્ફે મરચો હરિભાઈ બાબરીયા અને ચુનારાવાડનો સુરેશ રમેશભાઈ રાઠોડ હોવાનું જણાવતા તેઓની જડતી લેતા ત્રણેય પાસેથી એક એક છરી મળી આવતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. પોકેટ કોપ આધારે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા હિતેશ વિરુદ્ધ ચોરી, દારૂના ૧૦, આકાશ વિરુદ્ધ ૨૭ અને સુરેશ વિરુદ્ધ ૯ ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ