વેરાવળ શહેર મા આવેલ બિહારી ચૉકડી, સિંધી વાડી પાસે વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવો રોડની રજૂઆત કરેલ

ગીર સોમનાથ,

તા : ૦૫/૦૯/૨૦૨૦ ના રોજ વેરાવળ શહેર મા આવેલ બિહારી ચૉકડી, સિંધી વાડી પાસે વેરાવળ પાટણ સંયુંકત નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવો રોડ જે ૬૦ ફૂટ મેઈન ડાભોર રોડ કહેવામા આવે છે. આ વિસ્તારમા રહેતા બિહારી ૩ તથા ૪ ના રહેવાસીઓએ વેરાવળ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દેવીબેન ગોહેલ તથા

ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી દીપકભાઈ દોરિયા તથા વેરાવળ શહેર કોંગ્રેસ સમિતિ ને ત્યાંના રહેવાસીઓ એ નગરપાલિકાના સાસન ની રજૂઆત કરેલ અને ત્યાં તાજા બનાવેલા રોડ મા ભરાયેલા પાણી જ્યાં લોકોને અવર જવર મા પરેશાની ભોગવી રહ્યા હોય જેની ગંભીર રજૂઆતો કરેલ. આ સોસાયટી ના લોકો દ્વારા વધુમાં ફરિયાદ કરવામાં આવી છે.

લોકો ના ઘરમાં પીવાનું પાણી પણ નથી આવતું માટે લોકો સ્વખર્ચે ટેન્કર દ્વારા પાણી ભરે છે તથા વધુમાં કચરો તથા રોડ અને સ્ટ્રીટ લાઈટ ની પરેશાની પણ જણાવેલ આ અંગે કોગ્રેસ સમિતિ ના સૌ કાર્યકર્તા સમસ્યા નું નિવારણ લાવવાની પૂરતી કોશિશ કરશે તેવી બાંહેધરી આપી.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment