દાંતીવાડા,
પાલનપુર ના દાંતીવાડા માં આવેલ દાંતીવાડા ડેમ માં ઉપરવાસ માં સારા પ્રમાણ માં વરસાદ પડવાથી દિવસે ને દિવસે છેલ્લા પાંચ થી સાત દિવસ પાણી ની આવક વધતી જાય છે, જેમાં આજ રોજ તારીખ 31/08/20 ના સવારે 7:00 ના ડેમ ની સપાટી 575.70 ફૂટ હતી. જેમાં 11553 ક્યુસેલ પાણી ની આવક આવેલ જેમાં 604 ફૂટ ભયાનક સપાટી છે. જેમાં તે દિવસ યાદ કરીએ તો 31/8/1973 ના રોજ ભારે વરસાદ ના લીધે મોડી સાંજે ડેમ નો પાળો તૂટવાથી ભયાનક સ્થિતિ સર્જી હતી. આ પાણી વાધરોલ થી લઈ ડીસા સુધી આ પાણી ફરીવળ્યું હતું. જેથી આ દિવસ હજુ સુધી લોકો યાદ કરે છે.
રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર