સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક માં વધારો, હાલ ડેમ ની સપાટી 132.81 મીટર પર પહોંચી

ડભોઈ,

સરદાર સરોવર નર્મદા ડેમ માં ઉપરવાસ માંથી પાણી ની આવક માં વધારો, હાલ ડેમ ની સપાટી 132.81 મીટર પર પહોંચી હાલ ઉપરવાસ માંથી 11 લાખ 40 હજાર 119ક્યુસેક પાણી ની આવક હાલ ડેમ ના 23 દરવાજા માંથી 10 લાખ 18 હજાર 231 પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા બંધમાંથી વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો છોડાયો છે. ત્યારચાંદોદ પંથકના અનેક ગામડાઓ પ્રભાવિત થયાચાંદોદ પાસેના ફૂલવાડી સણોર રોડ ઉપર ના નાળા પર પાણી ફરી વળતાં રાજપુરા ગુમાનપુરા ગામો સાથેનો સંપર્ક ખોરવાયોતીર્થ ક્ષેત્ર કરનાળીના કાંટા કિનારાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યાસોમનાથ મંદિર વિસ્તાર બસ સ્ટેશન અને કરનાળી માં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા કરનાળી ગામ નો અનેક વિસ્તારો બેટમાં ફેરવાયો સરદાર સરોવર ડેમમાંથી સતત લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવકના પરિણામે ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ કરનાળી સહિત અનેક ગામોને તેની અસર થઇ છેનર્મદા નદીમાં આવેલા પાણી કાંઠા કિનારાના ઘાટો ને ઓળંગી નગરમાં પ્રવેશતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ચાંદોદ નો પૂર્વમાં આવેલા કપિલેશ્વર વિસ્તાર તેમજ ચાંદોદના પશ્ચિમે વાઘેલા ચંડિકા ઘાટ તરફ નો વિસ્તાર અને નગર મધ્યે આવેલા મુખ્ય બજાર થી મલ્હારરાવ ઘાટ તરફ ના બજાર વિસ્તાર માં હાલ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે દુકાનદારો અને નગરજનો એ પોતાના માલસામાન અને ઘરવખરી સુરક્ષિત સ્થળે ખસેડી છે. ઉલ્લેખનીય છે કે યાત્રાધામ ચાંદોદ માં ભૂતકાળમાં અનેક વાર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્થાનિક નાવડી ચાલકો તેમજ તરવૈયાઓ અનેક વિસ્તારોમાં પૂરગ્રસ્ત લોકોને મદદરૂપ થતાં રહેલા છે. પરંતુ હાલ આ નાવડી ચાલકોની અવરજવર પર તંત્રએ પ્રતિબંધ લાદ્યો હોવાથી સ્થાનિક રહેવાસીઓ અને તેમની મદદ મળી શકતી નથીજેથી ચાંદોદના નાવિક ચાલકો તેમજ તરવૈયાઓની તંત્ર આવા સમયે જરૂરી મદદ મેળવે એવું નગરજનો ઉચ્ચારી રહ્યાં છે . હાલ તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ ની મદદ લેવામાં આવી રહી છે પરંતુ સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ તેમજ પૂરના પ્રવાહથી આ ટીમ અજાણ હોય છેપુરની પરિસ્થિતિને લઈ વિધિવિધાન અર્થે આવેલા શ્રદ્ધાળુઓને પુરની પરિસ્થિતિને અનુલક્ષી નદી કિનારે ન પહોંચી શકતા નગરની બહાર પ્રાઇવેટ જગ્યાઓ મંદિરોમાં બ્રાહ્મણોને વિધિ કરવાની ફરજ પડી હતીપૂર ના પાણીના કારણે ચાંદોદ પંથકના નંદેરીયા ભીમપુરા ગામના પણ અસર થઈ છે તેમજ શણોર ગામના મુખ્ય નાળા પર પાણી આવી જતા રાજપુરા અને ગુમાનપુરા ગામનો સંપર્ક ખોરવાયો છે.

રિપોર્ટર : હુસેનભાઇ મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment