હિન્દ ન્યુઝ, ગાંધીનગર
સુધારા વિધેયકમાં સાચા અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજોની નોંધ તે જ દિવસે પ્રમાણિત કરવાની જોગવાઈ કરાઈ; આ સુધારાનો હેતુ કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓને લાભ આપવાનો છે, જેથી નોંધ પ્રમાણિત કરવાની પ્રક્રિયા અન્ય લાગુ પડતી કાયદાની જોગવાઈઓને આધીન ઝડપથી પૂર્ણ થઈ શકે.
જે મુજબ, એક જ દિવસમાં કામની જોગવાઈ અનુસાર, જો કોઈ ખેડૂત કે નાગરિક પોતાના હકની જમીનનો સાચો અને સ્પષ્ટ રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરે, તમામ ખાતેદારોની સંમતિ હોય અને અગાઉથી કોઈ વિવાદ ન હોય, તો તે જ દિવસે તેની નોંધ પાડીને પ્રમાણિત કરવામાં આવશે. જેથી ખેડૂત કે ખરીદનારને લાંબા સમય સુધી રાહ જોવી નહીં પડે.
ઉપરાંત, જ્યારે કોઈ ફેરફાર નોંધ સક્ષમ સત્તાધિકારી, અદાલત અથવા ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા આદેશ અથવા હુકમના આધારે થાય ત્યારે આવી નોંધ કોઈપણ નોટિસ આપ્યા વગર હુકમ પ્રાપ્ત થતા જ તરત નોંધવી અને પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
ખેડૂતો, સામાન્ય નાગરિકો અને કાયદેસર હક ધરાવતા ખરીદનારાઓના હિતમાં મહત્વપૂર્ણ સુધારો: મંત્રી ઋષિકેશભાઈ પટેલ
