વલસાડ જિલ્લાના ખેડુતો માટે વિવિધ બાગાયતી ઘટકો માટે પોર્ટલ ખુલ્લુ મુકાયુ

હિન્દ ન્યુઝ, વલસાડ 

    વલસાડ જિલ્લામાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ફરી એકવાર વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

 બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા માંગતા ખેડૂતોએ Ikhedut Portal 2.0 (web site:www.ikhedut.gujarat.gov.in). અરજી કરવાની રહેશે, તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના થશે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડનો સંપર્ક (ફોન નં. ૦૨૬૩૨- ૨૪૩૧૮૩) કરવાનો રહેશે એવુ નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે. 

 

Related posts

Leave a Comment