હિન્દ ન્યુઝ, પાલનપુર
પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ’ની બેઠક યોજાઈ.
જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને વિકાસકામો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરએ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગ્ય સંકલન સાધીને તમામ પ્રશ્નોનો ઝડપી અને સરાહનીય ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.
આ બેઠકમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યઓ, ડી.ડી.ઓ. એમ. જે. દવે તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
