હિન્દ ન્યુઝ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પારદર્શક પંચાયતની દિશામાં વધુ એક મહત્ત્વનું પગલું ભરતા તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને સૂચના આપી છે કે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઑડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજવામાં આવે, જેથી ગંભીર ગેરરીતિઓ સામે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે.
ઉલ્લેખનીય છે કે, પંચાયત તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગે તા.28/07/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરી સમગ્ર રાજ્યમાં નવી પ્રક્રિયા અમલમાં મૂકી છે. નવી વ્યવસ્થા મુજબ હવે દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતનું ઑડિટ પૂર્ણ થતાં જ નિર્ધારિત દિવસે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ફરજિયાતપણે ‘એગ્ઝિટ કૉન્ફરન્સ’ યોજાશે.
