ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી ૩ કલાકમાં ભારે વરસાદ, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકાની હવામાન વિભાગ (IMD) ની આગાહી

હિન્દ ન્યુઝ, ડાંગ 

   હવામાન વિભાગ (IMD અમદાવાદ) દ્વારા જારી કરવામાં આવેલ તાજા બુલેટિન મુજબ, આગામી ૩ કલાક દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અને સંઘપ્રદેશોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ આગાહીનો સમય તા. ૩૧ જુલાઈ, સવારે ૦૭:૪૬ થી સવારે ૧૦:૪૬ સુધી (આગામી ૩ કલાક) સુધીનો દર્શાવાયો છે. દરમિયાન છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વિજળીના કડાકા-ભડાકા (Thunderstorm) અને વાદળોમાં ભારે વીજળી થવાની ઉચ્ચ શક્યતાઓ સાથે ભારે વરસાદ (Heavy Rain) પડી શકે છે.


અસરગ્રસ્ત વિસ્તારો/જિલ્લાઓ :

૧)* સૌરાષ્ટ્ર વિસ્તાર: અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ.

૨)* મધ્ય અને દક્ષિણ ગુજરાત: આણંદ, ભરૂચ, ખેડા, નર્મદા, નવસારી, સુરત, તાપી, ડાંગ, વડોદરા, વલસાડ.

૩)* કેન્દ્રશાસિત પ્રદેશ: દાદરા અને નગર हवेલી, દમણ, દીવ.


સાવચેતીના પગલાં અને નાગરિકોને અપીલ:

હવામાન વિભાગની આ ચેતવણીને ધ્યાનમાં રાખીને સંબંધિત વિસ્તારોના નાગરિકોને જરૂર વગર બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરાઈ છે.

સાથે વીજળીના કડાકા-ભડાકા સમયે ખુલ્લા મેદાનમાં, ઝાડ નીચે કે વીજળીના થાંભલા નજીક ઊભા રહેવાનું ટાળવુ, તથા હવામાન સંબંધિત ત્વરિત અને સત્તાવાર અપડેટ્સ મેળવવા માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) ની ‘CAP-SACHET’ એપ ડાઉનલોડ કરવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment