હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં આગામી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા પૂર્વતૈયારીઓ તેજ કરવામાં આવી છે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિત રાજ્યના તમામ કલેક્ટરઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં સંભવિત આપત્તિ સામે ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે આપત્તિ વ્યવસ્થાપન, નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા, સ્થળાંતરની તૈયારીઓ અને ઈમરજન્સી સેવાઓ સુસજ્જ રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને નિર્દેશો આપવામાં આવ્યા હતા.
