નસીબ નાં જોરે બનેલાં પ્રમુખ દક્ષાબેન નાથાણી કાર્યભાર સંભાળ્યો

દેવગઢ બારીયા,

તા. ૨૫ ગત રોજ યોજાયેલી નગરપાલિકા પ્રમુખ ની ચુંટણી માં રસાકસી જંગ પછી આખરે દક્ષાબેન નાથાણી જીત થઈ હતી. પ્રમુખ માટે યોજાયેલી ચૂંટણી દક્ષાબેન નાથાણી અને ચાર્મી સોની ને સરખા મત મળતાં ટાઈ થય હતી. ચુંટણી અધિકારી નિયમો પ્રમાણે ચીઠ્ઠી ઉછાળ તા નસીબના જોરે દક્ષાબેન નાથાણી વિજય મેળવ્યો હતો. ઉપ પ્રમુખ માટે ગોરાંગ પંડ્યા અને અક્ષય જૈન વચ્ચે જંગ માં ગોરાંગ પંડ્યા એ જીત મેળવી હતી. નગરપાલિકા પ્રમુખ તરીકે દક્ષાબેન નાથાણી વિધીવત રીતે પદ સંભાળ્યું હતું. ઉપ પ્રમુખ ગોરાંગ પંડ્યા, કારોબારી ચેરમેન મહેશભાઈ બાલવાણી, ધમેશ કલાક તેમજ નગરપાલિકા ના કાઉન્સિલરો હાજર રહ્યા હતા. દક્ષાબેન નાથાણી મીડીયા નેં જણાવ્યું હતું કે નગર વિકાસ એ મારો પહેલો સંકલ્પ રહેશે.

અને નગરમાં વિકાસ ની યાત્રા આગળ વધી રહેશે ‌. દેવગઢ બારીયા આગામી સમયમાં વિકાસશીલ નગર તરીકે ઓળખાઇ તે દીશા તરફ લઈ જશુ તેવું જણાવ્યું હતું.

રિપોર્ટર : ફેજાન મફત,  દેવગઢ બારીયા

Related posts

Leave a Comment