થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળતા અભિનંદનનો વરસાદ

થરાદ,

થરાદ નગરપાલિકામાં બીજા ટર્મની ભાજપ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી ગત દિવસોમાં યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉમેદવારોનો 17 મતોથી વિજય થતા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી. જોકે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેના જંગમાં કોંગ્રેસે જીત હાંસલ કરતા નગરપાલિકામાં ભાજપે સતા ગુમાવી હતી, ત્યારે થરાદ નગરપાલિકાની ચૂંટણીમાં જીત હાંસલ કરનાર કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉમેદવારોને ચાર્જ સોંપવામાં આવતા કોંગ્રેસ પ્રમુખ પદના જાનકીબેન દિલીપભાઈ ઓઝા તેમજ ઉપપ્રમુખ પદે રમેશભાઈ રાજપૂતને સૌઐ અભિનંદનનો વરસાદ વરસાવતા ખુશી વ્યાપી હતી.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment