હિન્દ ન્યુઝ, સુરત
રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ(NCSK) સભ્યશ્રી કરમસિંઘ કર્માની અધ્યક્ષતામાં સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે નવી સિવિલ હોસ્પિટલ અને સુડા ભવન,વેસુ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નવી સિવિલ અને સુડાના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ સફાઈ કામદાર મંડળોના પ્રતિનિધિઓ તેમજ સફાઈ કામદારોને માર્ગદર્શિત કરતા જણાવ્યું કે, તમામ સફાઈ કર્મચારીઓ માટે સુરક્ષિત કાર્યકારી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે શૂન્ય મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને યાંત્રિક કામગીરી અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા પર વિશેષ ભાર મૂકયો હતો.
કામદારોના કલ્યાણ, ગરિમા અને કામકાજની સ્થિતિની સુરક્ષા કરવી એ આપણી તેમજ દરેક નાગરિક સંસ્થાની સામૂહિક જવાબદારી છે એમ તેમણે ઉમેર્યું હતું.
