ભારે વરસાદને કારણે વાંસદા તાલુકાના ખાનપુર ગામે ગવળી ફળિયા તરફ જતો માર્ગ ધોવાઈ જતા અવરજવર માટે બંધ

હિન્દ ન્યુઝ, નવસારી

   નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે ગવળી ફળિયા તરફ જતો માર્ગ સતત ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો હોવાથી માર્ગ પર અવરજવર જોખમી બન્યો છે.

    લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બેરીકેડ મૂકી માર્ગ બંધ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી માર્ગનું સમારકામ પૂર્ણ ન થાય અને અવરજવર માટે સુરક્ષિત ન બને ત્યાં સુધી આ માર્ગ પરથી પસાર ન થવા ગ્રામજનો અને વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે.

      સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ માર્ગના સમારકામ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ બેરીકેડ દૂર કરવાનો કે બંધ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે તેમજ તંત્રના સૂચનોનું પાલન કરી સહકાર આપવા જણાવાયું છે.

Related posts

Leave a Comment