જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને દાહોદ ઘટક ૧ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ 

     દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક ૧ ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ હતી. 

આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે સુપોષિત દાહોદની એન્ટ્રી, Avt head count પૂર્ણા પોર્ટલ એન્ટ્રી પોષણ સંગમ સ્ટોકનીજાળવણી FRS દ્વારા THR એન્ટ્રી ફેસ કેપ્ચર સહિત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવતાયુકત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના આપવામાં આવી હતી. 

વધુમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શરૂ કરવામાં આવેલ સુપોષિત દાહોદ પ્રોજકટ અંર્તગત કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી 

બેઠક દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષી દ્વારા આંગણવાડી સમયસર બાળકો આવે અને એમને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર રમત ગમત સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે અને બાળકોમાં રહેલું કુપોષણ દૂર થાય તે બાબતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર એ દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી બહેનોને સૂચના આપવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યુંકે જો આ કામગીરીમાં બેદરકારી જણાશે તો મહિલા અને બાળવિકાસના ઠરાવ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. 

આ બેઠકમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સહિત દાહોદ ઘટક ૧ના આંગણવાડી કાર્યક્રર બહેનો, આઈ.સી.ડી.એસ.તમામ સ્ટાફ હાજર રહ્યા હતા. 

Related posts

Leave a Comment