સુરત વરસાદી અપડેટ: તા.૪ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા પ્રશાસન એલર્ટ!

હિન્દ ન્યુઝ, સુરત 

    જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સુરતની વર્તમાન સ્થિતિનો ચિતાર આપતાં રાહતના સમાચાર આપ્યા છે. હાલ જિલ્લામાં પૂરની કોઈ સ્થિતિ નથી.

મહત્વના પોઈન્ટ્સ:
– ચાલુ સિઝનમાં સરેરાશ ૨૨૮ મિ.મી વરસાદ નોંધાયો.
– અંબિકા (૩૮૯ મિ.મી) અને પલસાણા (૩૬૨ મિ.મી)માં સૌથી વધુ વરસાદ.
– નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરાયો છે, કોઈ જાનહાનિ નથી.
– મહુવા તાલુકાના ૨ ગ્રામ્ય રસ્તા સિવાય વાહન વ્યવહાર સામાન્ય છે.

ખાસ સાવચેતી રાખો: વીજળીના થાંભલા, જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષોથી દૂર રહો. કોઈ પણ મુશ્કેલીમાં સ્થાનિક તંત્ર કે કંટ્રોલરૂમનો સંપર્ક કરો.

Related posts

Leave a Comment