પારડીના પંચલાઈ ખાતે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, પારડી

   વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે સંદર્ભે પારડી તાલુકાના પંચલાઈ ગામે સાઈ મંદિર ખાતે આયોજિત જનકલ્યાણ શિબિરમાં કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો.

આ જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગોના અધિકારીઓ દ્વારા પ્રજાજનોને સરકારની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ અરજીઓ અને પ્રશ્નોનો સ્થળ પર જ ઝડપી નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ લાભાર્થીઓને વિવિધ સહાય, મંજૂરીપત્રો અને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

Related posts

Leave a Comment