દાહોદ,
તા.૨૫, દાહોદ જિલ્લામાં ગત અઠવાડિયે થયેલી શ્રીકાર વર્ષાથી જિલ્લાના ૫ ડેમ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે અને બે ડેમની જળસપાટી ૮૦ ટકાથી વધુ સુધી પહોંચી છે. સવારના ૬ વાગ્યા સુધીની માહિતી જોઇએ તો માછણનાળા ડેમ ૨૭૭.૮૦, કાળી -૨ ડેમ ૨૫૭.૨૦, ઉમરીયા ડેમ ૨૮૦.૨૦ અને કબુતરી ડેમ ૧૮૬.૬૦ સુધીની જળસપાટીએ પહોંચ્યા છે. આ ડેમો જળસગ્રહ ક્ષમતાના ૧૦૦ ટકા સુધી ભરાયા છે અને ભયજનક સપાટીથી થોડેક જ દૂર હોય આસપાસના નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોને આ બાબતે સાવધ પણ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પાટાડુંગરી ડેમ પણ આજ મંગળવારના સાંજના સમયે ઓવરફ્લો થઇ ગયો છે. જ્યારે, અદલવાડા ડેમ ૮૦.૪૭ ટકા અને વાકલેશ્વર ડેમ ૭૦.૧૫ ટકા સુધી ભરાયા છે.
રિપોર્ટર : વિજય બચાની, દાહોદ