હિન્દ ન્યુઝ, ગાંધીનગર
‘જનગણનાથી જન કલ્યાણ’ના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી
રાજ્યભરમાં તા. 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન ઘર-યાદી અને મકાનોની ગણતરી (HLO) હાથ ધરવામાં આવશે; જ્યારે બીજા તબક્કામાં તા. 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2027 દરમિયાન વસ્તીની ગણતરી (PE) અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે.
અત્યાર સુધીમાં માન. રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 3.74 લાખથી વધુ મહાનુભાવો-નાગરિકો સ્વ-ગણતરી ઝુંબેશમાં થયા સહભાગી.
જનગણના અંગે કોઈ પૂછપરછ કરવી હોય, મૂંઝવણ હોય તો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 અને અધિકૃત વેબસાઇટ www.censusindia.gov.in નો સંપર્ક કરવા જનગણના કાર્ય નિર્દેશાલય, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
