અમરેલી ખાતે DISHA સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અમરેલી

સાંસદ ભરતભાઈ સુતરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ કો-ઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી (DISHA)ની બેઠક યોજાઈ.

કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને અભિયાનોની સમીક્ષા કરી વધુમાં વધુ લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.

બી.એસ.એન.એલ. નેટવર્ક, રોડ-રસ્તા રિસર્ફેસિંગ, વીજળી, રેલવે સહિતના પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા.

જનસુખાકારી અને સર્વાંગી વિકાસ માટે જિલ્લાના તમામ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા સાથે વધુ અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો.

Related posts

Leave a Comment