હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લાના તમામ સંકલિત બાળવિકાસ અધિકારી ની બેઠક યોજાઇ.
જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા એ જણાવ્યું કે ICDS યોજનાના તમામ લાભાર્થીઓને તમામ પ્રકારના લાભ મળે તે માટે આદર્શ આંગણવાડી કેન્દ્ર માટેની કામગીરી કેવી રીતે કરવી અને કામગીરીની ગુણવતા સુધારવા માટે શું કરવું અને તેના આધારે વર્કર હેલ્પર અને આંગણવાડીનું મૂલ્યાંકન કરવા માટેના ધારાધોરણો નક્કી કરવા આ ઉપરાત આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓના કવરેજ વધારીને વધુમાં વધુ લાભાર્થીઓને લાભ આપી પોષણ સ્તરમાં સુધારો લાવવો.આંગણવાડીના સમય બાદ ગામના તમામ બાળકો ,કિશોરીઓ,ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓની નોંધણી પૂર્ણ કરવી.અને બાળકોની સાથે તેમના માતા પિતાની ગૃહ મુલાકાત કરી પોષણ સુધારા માટે શિક્ષણ આપવું જરૂરી છે. બાળકો કિશોરીઓ ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને આપવામાં આપતી પોષણ કીટ નિયમિત વિતરણ કરવું, અને આંગણવાડી કેન્દ્ર પર બનાવેલ પૌષ્ટિક આહાર સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બાળકોને મળી રહે તે બાબતે કાળજી રાખવી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ તમામ સી.ડી.પી.ઓ ને સૂચન કર્યા હતા.
દરરોજ આંગણવાડી મુલાકાત દરમિયાન બાળકને રાબ પીવડાવતો વાલી અને બાળક સાથેનો વિડિયો વ્હોટસએપ ગ્રુપમાં અને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા તમામ મુખ્ય સેવિકાને સૂચના આપવામાં આવી હતી. સુપોષિત દાહોદ પોર્ટલમાં દરેક આંગણવાડી કેન્દ્રની ફોટોગ્રાફસ સહિતની ક્વોલિટી એન્ટ્રી કરાવવાની જવાબદારી મુખ્ય સેવિકા અને સીડીપીઓશ્રીની રહેશે.દરરોજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત મુખ્ય સેવિકા અને સીડીપીઓશ્રી દ્વારા કરવાની રહેશે તેવી સૂચના આપવામાં આવી.
ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોષી એ આંગણવાડી કેન્દ્ર દૈનિક ધોરણે ૬ કલાક ચાલે અને દૈનિક સમયપત્રક મુજબ પ્રવૃતિઓ થાય તેના મોનેટરીંગ માટે સુપોષિત દાહોદ પોર્ટલ પર દરેક આંગણવાડી કાર્યકર દ્વારા એન્ટ્રી કરવામાં આવે તેમ જણાવેલ છે. જે આંગણવાડી કાર્યકર દ્વારા આંગણવાડી કેન્દ્ર નિયમાનુસાર ચલાવવામાં નહીં આવે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
આંગણવાડીના લાભાર્થીઓના કવરેજ વધારવા માટે વધુમાં વધુ લાભાર્થીની આઇસીડીએસ હેઠળ નોંધણી થાય તે સુનિશ્ચિત કરવા સીડીપીઓને સૂચના આપેલ છે. જિલા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢા દ્વારા આઇસીડીએસની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવી શા માટે મહત્વની છે તે વિશે માર્ગદર્શન સહિત જાણકારી આપવામાં આવી હતી.
આંગણવાડી કાર્યકર બહેનો અને આશાબહેનોને 3 વર્ષ થી 5 વર્ષ ના બાળકોની નોંધણી માટે આપેલ ટાર્ગેટ મુજબ કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર દ્વારા મુલાકાત કરી અને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠક દરમ્યાન ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષી, સહિત દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
