હિન્દ ન્યુઝ, સુરત
દેશના નાનામાં નાના અને છેવાડાના માણસને જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ પ્રાપ્ત થાય તેમજ વંચિતોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવાના આશયથી આદિજાતિ, આદિમજૂથની જાતિઓની ખૂટતી સુવિધાઓ પૂરી કરવા માટે ‘પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન – પીએમ જનમન’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેને આગળ વધારતા તા.૧૮ મેથી તા.૨૫મી મે દરમિયાન સુરત જિલ્લાના તમામ તાલુકાઓના ૩૩ ગામોમાં જનજાતિ ગરીમા ઉત્સવ-૨૦૨૬ જન ભાગીદારી-સબસે દૂર સબસે પાસ અભિયાન હેઠળ જનભાગીદારીના કેમ્પો યોજાયા હતા. આ કેમ્પોમાં ધારાસભ્યો તથા અન્ય જિલ્લા-તાલુકાના પંચાયતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં જનકલ્યાણકારી યોજનાઓના લાભો મેળવ્યા હતા.
