ગ્લોબલ પાર્ટનરથી લઈને રિજનલ કોલૅબરેશન સુધી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લેતા રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ શ્રીયુત ઈવાન ફેતિસોવ; ગાંધીનગર ખાતેની મુલાકાત દરમિયાન રશિયન કોન્સ્યુલ જનરલશ્રીએ ગુજરાત સાથે ખાસ કરીને મેરિટાઈમ, શિપબિલ્ડિંગ અને એજ્યુકેશન સેક્ટર્સમાં સહભાગિતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી.

રશિયન ફેડરેશનના કોન્સ્યુલ જનરલ શ્રીયુત ઈવાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રશિયા પાર્ટનર કન્ટ્રી તરીકે અને તાજેતરની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં પણ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે રશિયા જોડાયું હોવાનો ઉલ્લેખ કરતા રશિયામાં સેન્ટ પીટર્સબગમાં યોજનારી બિઝનેસ સમિટમાં જોડાવવા મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પાઠવ્યું; મુખ્યમંત્રીશ્રીએ પણ વાઇબ્રન્ટ સમિટની આગામી કડીમાં રશિયાના ડેલિગેશનને સહભાગી થવા નિમંત્રણ આપ્યું.

Related posts

Leave a Comment