હિન્દ ન્યુઝ, બારડોલી
બારડોલી તાલુકાની સરભોણ પ્રા.શાળા ખાતે જન ભાગીદારી અભિયાન અંતર્ગત યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ૧૮ ગામોના લાભાર્થીઓને મોટાં પ્રમાણમાં કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
જેમાં આધારકાર્ડના-૩૭, આયુષ્યમાન કાર્ડ-૧૭, પી.એમ કિશાન સન્માન નિધી યોજનાના-૩, સિકલ સેલ ટેસ્ટિંગ-૧૫, રેશનકાર્ડના-૨ મળી કુલ-૬૨ લાભાર્થીઓને લાભ અપાયો હતો. તેમજ ગ્રામજનોને જે તે વિભાગના અધિકારી/કર્મચારીઓ દ્વારા અન્ય સરકારી યોજનાઓ અંગે સમજણ આપી લાભ આપવામાં આવ્યા હતા. સાથે જ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ, પદાધિકારીઓ તથા ગામ આગેવાનો દ્વારા જન ભાગીદારી અભિયાન અંતર્ગત રેલી અને વૃક્ષારોપણ પણ કરાયું હતું.
