દિયોદર ભારે વરસાદ ના કારણે ખેતી ના પાક માં નુકશાન જગત નો તાત પરેશાન

દિયોદર,

દિયોદર માં અત્યારે વર્તમાન સમય મોટાભાગ ના ખેડૂતો એ ચોમાસું પાક માં રક્ષા બાજરી, કપાસ, એરંડા, મગફળી જેવા પાકો નું વાવેતર કર્યું હતું. જેમાં છેલ્લા ઘણા દિવસ થી હવામાન ની આગાહી ના પગલે દિયોદર ગ્રામીણ અને પથક માં ધોધમાર વરસાદ વરસી રહો છે. જેમાં આજે મંગળવારે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાતા દિયોદર નીચાણવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા છે. જેમાં ભારે વરસાદ ના કારણે ખેતરો માં પણ પાણી ભરાતા ખેડૂતો પરેશાન બન્યા છે જેમાં વર્તમાન સમય ખેતી ના પાક માં નુકશાન થવાની સંભાવના ખેડૂતો એ વ્યક્ત કરી છે. જેમાં ચાલુ વર્ષે કપાસ ,બાજરી,એરંડા અને મગફળી ના પાક માં નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ બાબતે ખેડૂતો એ જણાવેલ કે ભારે વરસાદ ના કારણે અત્યારે કપાસ , એરંડા, બાજરી, મગફળી નો પાક નિષ્ફળ ગયો છે. હવે કુદરત ખમૈયા કરે તો સારો નહીંતર અમારે ખેતી ના પાક માં ભારે નુકશાન આવશે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment