બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પાલનપુર 

     બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી. 

આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું.  

બેઠકના અધ્યક્ષ વ કલેકટરએ જણાવ્યું હતું કે, જિલ્લાના નાગરિકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે. પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા. આ બેઠકમાં પ્રિ – મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ભાર મુકાયો હતો જેમાં સબંધિત વિભાગે ઝાડી – ઝાંખરા દૂર કરવા, પાણી ભરાતા હોય તેવા સ્થળોએ પૂર્વ તૈયારીઓ કરી રાખવા જણાવ્યું હતું. બેઠકમાં પાણી પુરવઠા, વન વિભાગ, રોડ – રસ્તા, તાલુકા કક્ષાએ મંજૂર થયેલ નવીન એસ.ટી બસ સ્ટેશનની કામગીરી તત્કાલિક પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી.  

બેઠકમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, પોલીસ વડા પ્રશાંત સુમ્બે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment