આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેની સમીક્ષા બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત

ચોમાસાની ઋતુને ધ્યાને લઈ લેપ્ટોસ્પાયરોસીસ રોગના અટકાયત અને નિયંત્રણ માટેના આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો.નિલમ પટેલના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકા તેમજ સુરત-તાપી- નવસારી અને વલસાડ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ તથા પશુપાલન, ખેતીવાડી તથા અન્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગાંધીનગરના સ્ટેટ એપેડેમીયોલોજીસ્ટ ડો.જયેશ સોલંકી, એપેડેમીક ઓફિસર ડો.વિજય પટેલ, મેડીકલ ઓફસર ડો.કાપડીયા, આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નિયામક ડો.સી.આર.પટેલ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા.

સિવિલ સ્થિત મેડિકલ કોલેજના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ડો.નિલમ પટેલે જણાવ્યું હતું કે, સૌના સહિયારા પ્રયાસો તથા મહેનતના કારણે છેલ્લા વર્ષોમાં લેપ્ટોસ્પાયરોસીસના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે પણ સાવચેતી જરૂરી છે. હાઈરિસ્ક વસ્તી ધરાવતા વિસ્તારમાં સઘન સર્વેલન્સ કરીને ગોળીઓનું વિતરણ થાય તેમજ ખાસ કરીને લોકોને જે ગોળીઓ આપવામાં આવે છે તેનું લોકો સેવન કરે તે અંગે તકેદારી લેવા જણાવ્યું હતું. ખાસ કરીને ચોમાસા દરમિયાન પાણીનો વધુ ભરાવો થતો હોય તેવા વિસ્તારોમાં સર્વેલન્સ કરીને રોગ અટકાયતી પગલા લેવા જણાવ્યું હતું. લેપ્ટોના કેસો ઝડપથી ડિટેકટ થાય તો ઝડપી સારવાર આપવામાં આવે જેનાથી મેટાલિટી ધટાડી શકાય. દક્ષિણ ગુજરાતમાં જોવા મળતો લેપ્ટો ગયા વર્ષે અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓમાં પણ કેસો જોવા મળ્યા હતા. જેથી તકેદારી સાથે આગોતરૂ આયોજન કરીને કામગીરી કરવા સૌને અનુરોધ કર્યો હતો.

Related posts

Leave a Comment