હિન્દ ન્યુઝ, નર્મદા
વડાપ્રધાનએ એકતાનગર ખાતે વર્ષ 2025ની રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેર કર્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1000 આદિવાસી ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે; અત્યાર સુધીમાં 665 બાયોગેસ પ્લાન્ટ સ્થપાઇ ચૂક્યા છે.
આ યોજના નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં; ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલામાં મૂકાયેલ આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા મોનિટરિંગ થઇ રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા મળે તે માટેની યોજનાઓનો ત્વરિત અમલ થઇ રહ્યો છે.
બાયોગેસ પ્લાન્ટ દ્વારા દરરોજ સ્વચ્છ ઇંધણ મળે છે અને બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉત્તમ વિકલ્પ બની છે; જૈવિક ખાતરને કારણે પાક ઉત્પાદન પણ વધે છે : રવીના તડવી, ગ્રામજન
