હિન્દ ન્યુઝ, ખેડા
ખેડા જિલ્લામાં આગામી ૨૬ એપ્રિલ રવિવારના રોજ શાંતિપૂર્ણ અને સુરક્ષિત મતદાન પ્રક્રિયા યોજાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
જેમાં જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક વિજય પટેલની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા તાલુકાના ચાદંણા અને માતરના ઊંઢેલા ગામે ફૂટ પેટ્રોલિંગ કરીને મતદારોને મહત્તમ મતદાન કરવા તેમજ મતદારોને સુરક્ષિત માહોલ પૂરુ પાડવાનો સંદેશો પાઠવ્યો.
