હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી વિસ્તારો તેમજ પવિત્ર યાત્રાધામ અંબાજી માટે અંદાજિત ₹141 કરોડની રકમની ‘અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના ભાગ-1 અને 2’નું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે; દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ 34 ગામો અને અંબાજી શહેરના અંદાજે 78 હજાર નાગરિકોને આ યોજનાનો સીધો લાભ મળશે.
