હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે ₹354 કરોડની શિષ્યવૃત્તિનું DBTથી વિતરણ કર્યું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે SSIP 2.O, નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના વિદ્યાર્થીઓના ખાતામાં DBTના માધ્યમથી શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. મુખ્યમંત્રીએ SSIP 2.O અન્વયે વિદ્યાર્થીઓના ઈનોવેટીવ પ્રોજેક્ટ્સ માટે પ્રોત્સાહન સહાયના ચેકનું વિતરણ પણ કર્યું.
રાજ્યની શાળાઓ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ : મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ સૌ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તેમની જ્ઞાનશક્તિ થકી યોગદાન આપવા આહવાન કર્યું.
