‘ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક – 2026’ પસાર કરી રાજ્યની મહિલાઓને અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક – 2026’ પસાર કરી રાજ્યની મહિલાઓને અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું. આ વિધેયકમાં લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન સંબધો અને વારસાગત મિલકતમાં મહિલાઓને અભૂતપૂર્વ કાયદાકીય રક્ષણ આપવામાં આવ્યું.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ‘આ માત્ર એક કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને વડાપ્રધાનના નેતૃત્વમાં વધુ મજબૂત બનાવવાનો આપણો મક્કમ નિર્ધાર છે’.

બંધારણના આર્ટિકલ 44 મુજબ, રાજ્યએ તમામ નાગરિકો માટે એકસરખો નાગરિક કાયદો (UCC) લાવવાનો પ્રયત્ન કરવાની જે જોગવાઈઓ છે તેના અનુસંધાને ગુજરાત સમાન નાગરિક સંહિતા વિધેયક-2026 લાવ્યું. સુપ્રીમ કોર્ટના વખતો વખતનાં ચુકાદાઓમાં સમાન સિવિલ કોડની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment