હિન્દ ન્યુઝ, અમદાવાદ
મહામહિમ રાજ્યપાલ દ્વારા લોકાર્પિત અખિલ ભારતીય સંસ્કૃત સમારોહ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે અખિલ ભારતીય મહર્ષિ બાદરાયણ (વેદ વ્યાસ) સંસ્કૃત સમારોહ તા.૧૦/૩/૨૬ થી ૧૨/૩/૨૬ દરમિયાન યોજાઈ ગયો.
આ સમારોહમાં મહર્ષિ બાદરાયણના જીવન કવન વિશે વિદ્વાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા.તેમના સમાજ ઉત્કર્ષના કાર્યોને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા.ગુજરાત યુનિવર્સિટીમાં જે વિદ્વાનોએ પોતાની કર્મરૂપી સુવાસ દ્વારા સંસ્કૃત અને યુનિવર્સિટીનું નામ વિશ્વમાં રોશન કર્યુ છે તેવા ડૉ.હર્ષદેવ માધવ ,ડૉ.ગૌતમ પટેલ સાથે અન્ય વિદ્વાનોને આજના કાર્યક્રમના અધ્યક્ષ પરમ આદરણીય પરમાત્માનંદ સરસ્વતીજી આર્ય વિધ્યા મંદિર રાજકોટ ,પરમ સન્માનીય હિમાંજય પાલીવાલ અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર,પ્રો.નીરજા ગુપ્તા કુલપતિશ્રી ગુજરાત યુનિવર્સિટી,ડૉ.સુકામાજી આચાર્ય વિશ્વવારા કન્યા ગુરુકુળ ,રોહતક ,પ્રો.. સુકાંત કુમાર સેનાપતિજી કુલપતિશ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ વિદ્વાનોનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સન્માન કરી તેમના કાર્યોને જાહેરમાં મુકવામાં આવ્યા.
આજના દિવસે મહર્ષિ બાદરાયણ વિશે અનેક રિસર્ચ પેપર રજૂ થયા.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની ડોક્યુમેન્ટ્રી દ્વારા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે કટિબધ્ધ છે તે ભાવ રજુ કરવામાં આવ્યો.સનાતન ધર્મ શાસ્ત્ર આધારિત છે.આ વાત ઉપર ભાર મૂકીને પરમ આદરણીય પરમાત્માનંદજી સરસ્વતીજીએ પોતાની વાત કહી જ્યારે સંસ્કૃત અને સંસ્કૃતિના કાર્ય માટે ગુજરાત સરકાર આપની સાથે છે આપણું કર્તવ્ય છે આજે સમયની માંગ છે સમાજને શાસ્ત્રની સાચી વાત સમજાવી સનાતન ધર્મ, રાષ્ટ્ર ધર્મ ઉત્તમ રીતે નિભાવતા આપણો દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે તેમાં આપણે પણ યોગદાન આપીએ તેમાં નિમિત્ત બનીએ.
