અરેઠ તાલુકાના ચંદનપુર ગામે પાણી પૂરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂ.૩૬૦ કરોડના ખર્ચે કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત

     જળસંપત્તિ અને પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ હસ્તે અરેઠ તાલુકાના ચંદનપુર ગામે રૂ.૩૬૦ કરોડના ખર્ચે સાકાર થનાર સુરત જિલ્લાના માંગરોળ અને માંડવી તાલુકામાં કાકરાપાર જમણા કાંઠા મુખ્ય નહેર આધારિત ઉદ્દવહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરાયું હતું. યોજનાથી માંગરોળ તાલુકાના ૫ ગામોની ૨૧૮૩.૪૬ હેક્ટર અને માંડવી તાલુકાના ૯ ગામોની ૩૮૮૫.૧૯ હેક્ટર જમીન સહિત કુલ ૬૦૬૮.૬૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે, જેના કારણે કુલ ૧૪ ગામોને સિંચાઈના પાણીનો સીધો લાભ મળશે.

           માંગરોળ તાલુકાના નાની નરોલી, ડુંગરી, બોરસદ- દેગડીયા અને ઉમેલાવ ગામો તેમજ માંડવી તાલુકાના અરેઠ, અંત્રોલી, ફલી, ઝાબ, ચંદનપુર, મધરકુઈ, ટુકેડ, પાતલ અને ઉટેવા ગામોના ખેડૂતો લાભાન્વિત થશે. 

        

Related posts

Leave a Comment