હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષસ્થાને વિવિધ વિકાસ કામો અંગે આજે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. સચિવ આર્દ્રા અગ્રવાલએ જિલ્લામાં અગાઉ કરેલી મુલાકાત અને નિરીક્ષણ દરમિયાન નોંધાયેલ મુદ્દાઓના અનુસંધાને વિવિધ કામોની પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને કામગીરીઓમાં ગુણવત્તાસભર અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કામો, મહત્વના સ્થળોના વિકાસ, આરોગ્ય અને સ્વચ્છતા સંલગ્ન સેવાઓ, ગ્રામ્ય તથા શહેરી આજીવિકા, તેમજ જળ વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું.
આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, વાંસદા પ્રાયોજના વહીવટદાર પ્રણવ વિજયવર્ગીય તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
