વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓ માટે ‘મર્દાની’ ફિલ્મ નિદર્શન યોજાયું

હિન્દ ન્યુઝ, સુરત 

    આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે અપમૃત્યુ નિવારણ સહાય(અનિસ) અને અખિલ હિન્દ મહિલા પરિષદ, બૃહદ સુરત શાખાની મહિલાઓને સ્પેશ્યલ શો યોજી ‘મર્દાની’ ફિલ્મ દેખાડવામાં આવી હતી. ફિલ્મ થકી મહિલાઓની શક્તિ, આત્મવિશ્વાસ અને સમાજમાં તેમની ભૂમિકા વિશે સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો.

          મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ફિલ્મ નિદર્શનનો મુખ્ય હેતુ મહિલાઓને પ્રેરણા આપવાનો અને તેમની સુરક્ષા તથા સશક્તિકરણ વિશે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ અનિસ સંસ્થાના ગીતાબેન શ્રોફ દ્વારા કરાયેલા આયોજનની પ્રશંસા કરી આવા પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી.

Related posts

Leave a Comment