બારડોલી તાલુકાના ઈસરોલી ખાતેથી સુરત જિલ્લા પંચાયત દ્વારા બારડોલી વિધાનસભાના ૩૩ ગામોમાં ઘનકચરા વ્યવસ્થાપન પ્રણાલીનો શુભારંભ અને રૂ.૬.૬૭ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, બારડોલી 

   સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અને સુવિધામાં વધારો કરવાના ઉમદા હેતુથી બારડોલીના ઈસરોલી ખાતેથી બારડોલી વિધાનસભાના ૩૩ ગામોમાં ‘ઘન કચરા વ્યવસ્થાપન પ્રણાલી’નો પ્રારંભ અને રૂ.૬.૬૭ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ/ખાતમુહૂર્ત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ અને ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે કરાયું હતું.

           મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ અને ઘનકચરા માટેના ઈ-વ્હીકલને લીલી ઝંડી અપાઈ હતી.

            આર.એન.જી. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, તાજપોર કોલેજ, ઈસરોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રીમતી ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત એ જિલ્લાના વિકાસનું કેન્દ્રબિંદુ છે. દરેક તાલુકાના છેવાડાના ગામડા સુધી વિવિધ માળખાકીય સુવિધાઓ પહોંચે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે જિલ્લા પંચાયત તથા તમામ વિભાગો સંકલિત રીતે કાર્ય કરી રહ્યા છે.

Related posts

Leave a Comment