આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ સ્થિતિના લીધે હવાઈ મુસાફરીની ઊભી થયેલી કટોકટીમાં અટવાયેલા નાગરિકોની વ્હારે વલસાડ-ડાંગના સાંસદ

હિન્દ ન્યુઝ, વલસાડ

    હાલમાં પ્રવર્તી રહેલી આંતરરાષ્ટ્રીય તણાવપૂર્ણ સ્થિતિના લીધે હવાઈ મુસાફરીની ઊભી થયેલી કટોકટીના કારણે ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના અનેક યાત્રીઓ ગલ્ફ દેશોમાં અટવાયા છે.

ત્યારે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના કાર્યાલય દ્વારા આ ચિંતાજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારની પણ મદદ સાથે સુચારુ સંકલન માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

જેથી ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના કોઈ પણ પ્રવાસીને મદદ કે સેવાની જરૂર હોય તો તેમના પરિવારજન વિગતો મોકલી આપવા વિનંતી કરાઈ છે. જેથી બનતી ત્વરાએ જરૂરિયાત મંદોને તમામ પ્રકારની મદદ કરી શકાય તેમ સાંસદ ધવલભાઈ પટેલે જણાવ્યું છે.

સાંસદ ઓફિસ હેલ્પલાઈન: 8140347713

– પ્રવાસી નું નામ:
– હાલ જે દેશમાં અટવાયા હોય તે દેશનું નામ:
– ફ્લાઇટ ડીટેઇલ:
– પાસપોર્ટ નંબર:
– કુલ પ્રવાસીઓની સંખ્યા:
– ડાંગ – વલસાડ – નવસારીમાં રહેતા સંબંધીનું નામ :
– સંબંધીનો મોબાઇલ નંબર :
– રહેણાંક સરનામું:

Related posts

Leave a Comment