ગાંધીનગર ખાતે આગામી તા. 1 અને 2 માર્ચના રોજ ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ – 2026’ યોજાશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આગામી તા. 1 અને 2 માર્ચના રોજ ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ – 2026’ યોજાશે. આ કૉન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સનું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે કે જેનો હેતુ વૈશ્વિક અને સ્વદેશી સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સ ભાગીદારોને એકત્રિત કરવાનો છે.

આ પરિષદનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઈકો સિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે.

ભારતને ‘સેમિકન્ડક્ટર હબ’ બનાવવાનું વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્યાંક : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા

Related posts

Leave a Comment