રાજકોટ
તા.૨૨.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના રેલનગરના રામેશ્વર પાર્કમાં રહેતા અને ફાઇનાન્સમાં સિનિયર સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરતા બ્રિજરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગતરાત્રે હું તથા મારા સાળા હરપાલસિંહ મારા મિત્ર સાગરભાઈની ફોચ્ર્યુનર કાર ઘર પાસે પાર્ક કરી કારમાં બેઠા બેઠા વાતો કરતા હતા. ત્યારે સામેથી સફેદ કલરની સ્કોર્પિયો કાર આવી હતી. અને હોર્ન મારતા હોય જેથી અમોને એમ કે કોઈ મિત્ર મશ્કરી કરતા હશે. ત્યારે ભરત કુંગશીયા સ્કોર્પીયોમાંથી નીચે ઉતર્યો હતો. તેની સાથે મારા પિતાજીને અગાઉ માથાકૂટ થઇ હોય. જેથી હું તેને ઓળખતો હતો. ભરત કુંગશીયા અમારી ફોચ્ર્યુનર કાર પાસે આવ્યો ત્યારે મારા કૌટુંબિક સાળા હરપાલસિંહ નીચે ઉતર્યા હતા. ગાળો ભાંડી બ્રિજરાજ ક્યાં છે મારે તેને મારી નાખવો છે તેમ કહેતા હુ અને મારો મિત્ર નીચે ઉતર્યા હતા. આ સમયે સ્કોર્પિયોમાં બેસીને ભરતે આજે તમને બંનેને પતાવી દેવા છે. તેમ કહી સ્કોર્પિયો અમારી તરફ દોડાવતા હું અને મારો સાળો ઘરે જતા રહ્યા હતા. જેથી ભરત કુંગશીયા, તેનો મિત્ર દેવદાન ભાનુભાઇ કુંગશીયા અને કરશન ભાનુભાઇ કુંગશીયા ત્રણેય શેરીમાં અમને ગોતવા આવ્યા હતા. બાદમાં બહાર પાર્ક કરેલી ફોચ્ર્યુનર કારમાં ધોકા-પાઇપ મારી તમામ દરવાજાના કાચ ફોડી નાખ્યા હતા. અને બમ્પર ઉપર ધોકા મારી નુકશાન કરી નાશી છૂટ્યા હતા. આ ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ