હિન્દ ન્યુઝ, વલસાડ
રાજ્યમાં સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડવા માટે ગુજરાત સરકાર પાસે ટૂંક સમયમાં રાજ્યમાં જોવા મળતા ઝેરી સાપોમાંથી જ બનાવેલું એન્ટિવેનમ ઉપલબ્ધ થશે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાજ્ય સરકારે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI) નામની સંસ્થા સ્થાપી છે. આ સર્પ સંશોધન કેન્દ્ર ગુજરાતમાં જોવા મળતી ઝેરી સાપની પ્રજાતિઓમાંથી ઝેર એકત્રિત કરીને એન્ટિવેનમ તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યાં તાજેતરમાં સાપોના ઝેરની હરાજી થઇ કે જેમાં ઝેરની ઉચ્ચ ગુણવત્તાને કારણે અપેક્ષા કરતાં વધુ કિંમત મળી.
સર્પ સંશોધન કેન્દ્ર લોકોમાં સર્પદંશ વિશે જાગૃતિ લાવવાનું કામ પણ કરે છે. અત્યાર સુધીમાં લગભગ 300થી વધુ સ્થાનિક સાપ રેસ્ક્યુઅર્સ અને 23 જિલ્લાઓમાં 1,495થી વધુ ડૉક્ટરો અને મેડિકલ ઓફિસરોને સર્પદંશ વ્યવસ્થાપન અંગે તાલીમ આપવામાં આવી છે.

