હિન્દ ન્યુઝ, ગાંધીનગર
લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના જીવનદર્શન પર આધારિત પુસ્તક ‘વાણી તો અમરત વદાં’નું અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે કથાકાર મોરારી બાપુના હસ્તે પુન:વિમોચન કરવામાં આવ્યું. રાજ્યના માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે ‘કાગના ફળિયે કાગની વાતુ’ કાર્યક્રમના 25માં મણકા નિમિત્તે વિમોચન કરાયું.
આ પુસ્તકમાં ટેકનોલોજીનો સમન્વય: QR કોડ સ્કેન કરી કવિ કાગના કંઠે ગવાયેલી વિવિધ કૃતિઓ સાંભળી શકાશે; આ પ્રસંગે ચારણ સંસ્કૃતિનું દર્શન કરાવતા અંક ‘ચારણ સંસ્કૃતિ’નું પણ વિમોચન કરાયું.
આ પુસ્તકના પુનઃવિમોચન બદલ મોરારીબાપુએ અંતઃકરણથી પ્રસન્નતા વ્યક્ત કરી જ્યારે પૂર્વ માહિતી નિયામક વી.એસ ગઢવીએ માહિતી કમિશનર કે.એલ. બચાણી અને માહિતી ખાતાનો આભાર વ્યક્ત કર્યો.
