હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં તમાકુના પાકમાં જોવા મળેલા મોલોમસીના ઉપદ્રવને નિયંત્રણ કરવા આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારી ચિંતન પટેલે ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે, વાદળછાયા વાતાવરણને કારણે તમાકુના પાકમાં મોલોમસી(જીવાત)નો ઉપદ્રવ નિયંત્રણ કરવા માટે ખેડૂતોએ સિસ્ટેમેટિક ઇન્સેક્ટીસાઈડ (શોષક પ્રકારની જંતુનાશક દવા) ખાસ કરીને ડાયમિથોએટ ૨૦ મીલી/૧૦ લીટર પાણી સાથે જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ.
