સંજેલી તાલુકાના એ.પી.એમ.સી ચેરમેનના હસ્તે સંજેલી તાલુકાની ૩ નવિન આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ

   પ્રધાનમંત્રી આદિ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત તૈયાર થયેલી સંજેલીના તાલુકાની લુંજાના મુવાડા,ચંદાનામુવાડા અને કાવડાના મુવાડા એમ ૩ નવીન આંગણવાડીના કેન્દ્રનું સંજેલી તાલુકાના એ.પી.એમ.સી ના ચેરમેન જશુભાઇ અને સરપંચ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   

આ કાર્યક્રમમાં સરપંચ સહિત મહિલા અને બાળ વિકાસ યોજના અધિકારી અને આઇ.સી.ડી.એસ. સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પ્રસંગે ચેરમેન એ કહ્યું હતું કે, આંગણવાડી મકાનનું નિર્માણ પ્રધાનમંત્રી આદિઆદર્શ ગ્રામ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવ્યું છે, જેનાથી બાળકોને ઉત્તમ શૈક્ષણિક તેમજ પોષણ સેવાઓ મળી રેહશે. નવા મકાનથી ગામના નાનકડા ભુલકાઓને વધુ સારી અને સુવિધાસભર મળશે. નવ નિર્મિત મકાન બાળકોના વિકાસ માટે ઉપયોગી સાબિત થશે.

Related posts

Leave a Comment