હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના ૭૪મા દીક્ષાંત સમારોહમાં કુલ ૩૫૪ સુવર્ણપદકો એનાયત કરાયા જેમાં ૨૨૯ સુવર્ણપદક મેળવનારમાં ૧૬૩ વિદ્યાર્થિનીઓ અને ૬૬ વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવામાં આવ્યા તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાર્થીઓને દીક્ષાંત પ્રવચન આપ્યું
દીક્ષાંત સમારોહ એ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે શું જવાબદારી નિભાવી શકાય, એ મંથન કરવાનો દિવસ છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
શિક્ષણનો વ્યાપ સતત વધે જેથી વિકાસની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનું સરકારનું લક્ષ્ય છે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
