હિન્દ ન્યુઝ, અમરેલી
અમરેલી જિલ્લામાં મત્સ્યખેડૂતોને વર્ષ 2024-25માં વિવિધ યોજનાઓમાં ₹884.16 લાખની સહાય ચૂકવવામાં આવી. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ 4 મત્સ્ય બંદરોનો સમાવેશ.
અમરેલી જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, સૈયદ રાજપરા તથા સિમર મત્સ્ય બંદરો/ઉતરણ કેન્દ્ર ખાતે નાની અને મોટી 1866 જેટલી માછીમારી બોટો નોંધાયેલી છે.
મત્સ્યોદ્યોગની સહાય મેળવવા માટે માછીમારોએ મત્સ્યોદ્યોગના વિવિધ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાથી સહાયની રકમ માછીમારોના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવી રહી છે. રાજ્યના 10 મોટા બંદરોમાં જાફરાબાદ બંદરનો સમાવેશ.
