હિન્દ ન્યુઝ, જસદણ
વિંછીયા ખાતે વિકસિત ભારત – ગ્રામીણ રોજગાર અને આજીવિકાની ગેરેંટી મિશન બિલ 2025 જન જાગરણ અભિયાન અંતર્ગત વિંછીયા તાલુકા મંડળ ભાજપની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું
વિંછીયા તાલુકાભાજપ મંડળ દ્વારા આયોજિત કાર્યશાળામાં વિંછીયા તાલુકા મંડળના પ્રભારી મહેશભાઈ વાણિયા, પંકજભાઈ ચાંવ, જી રામ જી મિશન ઇન્ચાર્જ અનિલભાઈ મકાણી, રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવરાજભાઈ સરવૈયા, જિલ્લા કિસાન મોરચાના પ્રભારી વલ્લભભાઈ ઝાપડિયા, તાલુકા મંડળ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, મહામંત્રી લાલભાઈ ગઢવી તથા વિપુલભાઈ ભુવા, વિંછીયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કડવાભાઈ જોગરાજીયા, જસદણ શહેર ભાજપના પ્રભારી અમૃતભાઈ કોરડિયા, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ, તાલુકા ભાજપના તમામ મોરચા – સેલના હોદ્દેદારો, તાલુકામાં સમાવિષ્ટ વિવિધ ગ્રામપંચાયતના સરપંચો, તાલુકા ભાજપના કર્મઠ અને સક્રિય આગેવાનો તથા દેવદુર્લભ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ
