હિન્દ ન્યુઝ, દાહોદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર સ્ક્રીનિંગ, સમયસર નિદાન અને આધુનિક સારવારની સુવિધાઓને સતત વિસ્તૃત કરવામાં આવી રહી છે, જેથી રાજ્યના દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા સમયસર મળી રહે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય બજેટ 2026–27માં કેન્સર સારવાર માટે જરૂરી 17 જીવનરક્ષક દવાઓ પરની બેઝિક કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી છે. પરિણામે, કેન્સરની સારવાર વધુ સસ્તી અને સુલભ બની છે, જે દર્દીઓ માટે મોટી રાહતરૂપ સાબિત થશે.
આ વર્ષની થીમ “United by Unique” છે. તંદુરસ્ત જીવનશૈલી, સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ અપનાવીને કેન્સર સામે પહેલેથી જ સજ્જ બનવું અત્યંત આવશ્યક છે.
ચાલો વિશ્વ કેન્સર દિવસ ના અવસરે આપણે સૌ મળીને સ્વસ્થ, જાગૃત અને કેન્સરમુક્ત ગુજરાત માટે સંકલ્પ લઈએ.
